હરિપુરામાં યુવકે અનેક વખત પરણીતાને કર્યા હતા અશ્લીલ ઈશારા
સુરત: હરિપુરા વિસ્તારમાં એક પરણીતાને પોતાના ઘર પાસે માસુમ પુત્રને સ્તનપાન કરાવતી વખતે પડોશી યુવક વારંવાર બિભસ્ત ઈશારા કરતો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.મહિલાએ વિવશ થઈ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી તેને ઝડપી લીધો છે.
લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા હરીપુરા વિસ્તારમાં રહેતી પરણીતાએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થાનિક યુવક ગુનો દાખલ કર્યો છે.પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૫ના રોજ સવારે અંદાજે ૮ વાગ્યાના સુમારે તથા ૨૮ જુલાઈના રોજ સવારે લગભગ ૬:૩૦ વાગ્યે તે તેના ઘરે પોતાના બેડરૂમની બારી પાસે બેસીને પોતાના દીકરાને સ્તનપાન કરાવી રહી હતી.ત્યારે સામેથી રહેતો પિયુષ મનીષભાઈ પટેલ નામનો યુવક તેની ઘરની બારીમાંથી બિભત્સ ઈશારાઓ કરતો હતો.પરિણીતાએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં તેણે આઈશારો અવગણ્યા હતા, પરંતુ પછીથી પિયુષ પટેલે નિરંતર બિભત્સ વર્તન ચાલુ રાખતાં તેને છેડતીની લાગણી અનુભવાઈ હતી.આ કારણે તેણે હિંમત કરી લાલગેટ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી પિયુષ પટેલ વિરુદ્ધ છેડતી સહિત સંબંધિત IPC કલમોની હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી લીધો છે.